Site icon Revoi.in

કેરળમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારોઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય ટીમ લેશે મુલાકાત

Social Share

દિલ્હીઃ કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે લોકડાઉન સહિતના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય ટીમ કેરળ મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમજ કેન્દ્રીય ટીમ કોવિડ સંરક્ષણ પ્રવૃત્તિઓના અસરકારક અમલીકરણમાં કેરળને ટેકો આપશે. કેન્દ્રીય ટીમ કેરળમાં આરોગ્ય વિભારના અધિકારીઓ સાથે બેઠક કરશે તેમજ પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત અસરગ્રસ્ત જિલ્લાઓની પણ મુલાકાત લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેરળ જનારી કેન્દ્રીય ઉચ્ચ સ્તરીય ટીમને નેશનલ સેન્ટર ફોર ઇમ્યુનાઇઝેશન (NCDC) ના ડિરેક્ટર ડો. આ. કે. સિંઘ લીડ કરશે. પ્રતિનિધિ મંડળ 30 જુલાઇ, 2021ના રોજ કેરળ પહોંચશે અને કેટલાક જિલ્લાઓની મુલાકાત લેશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે મળીને કામ કરશે. પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સ્થિતિમાં, તેના નિયંત્રણ માટે પગલાં લેવાની ભલામણ કરવામાં આવશે. કેરળમાં હાલમાં 1.54 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ રાષ્ટ્રવ્યાપી સારવાર કરનારાઓમાં તે 37.1 ટકા છે. છેલ્લા સાત દિવસથી દરમાં વધારો 1.41 છે. રાજ્યમાં દરરોજ સરેરાશ કેસની સંખ્યા 17,443 છે. રાજ્યનો ઉચ્ચ પુષ્ટિ દર 12.93 ટકા છે. સાપ્તાહિક પુષ્ટિ દર 11.97 ટકા હતો. છ જિલ્લાઓમાં, સાપ્તાહિક પુષ્ટિ દર 10 ટકાથી ઉપર છે.