Site icon Revoi.in

બજેટ રજૂ થતા પહેલા 30 જાન્યુઆરીના રોજ પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વદળની બેઠક યોજાશે

Social Share

દિલ્હીઃ-બજેટ રજુ થાય તે પહેલા 30 જાન્યુઆરીના રોજ સર્વપક્ષીય બેઠક યોજવામાં આવશે, જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરનાર છે. સંસદના બજેટ સત્ર પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,દેશના નાણામંત્રી દ્રારા 1લી ફેબ્રુઆરીના રોજ દેશનું બજેટ રજૂ કરવામાં આવે છે.  જો કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે આ બજેટ રજુ કરવાનું આયોજન વીડિયો-કોન્ફોરન્સ દ્રારા  રાખવામાં આવ્યું છે.

આ સાથે જ એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક અલાયંસ પણ 30 જાન્યુઆરીના રોજ બેઠક કરશે. એનડીએની બેઠક પણ 30 જાન્યુઆરીએ બજેટ સત્ર પૂર્વે યોજાનાર છે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષોના નેતાઓ પણ ભાગ લેશે.

લોકસભા સચિવાલયે રજુ કરેલા નિવેદન પ્રમાણે, બે-ભાગોમાં ચાલનારું બજેટ સત્ર 8 મી એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.

સંસદની સ્થાયી સમિતિને વિવિધ મંત્રાલયોની અનુદાનની માંગ અંગે વિચારણા કરવા સત્રના પહેલા તબક્કાની કાર્યવાહી 15 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવશે અને બેઠકનો બીજો તબક્કો 8 માર્ચથી શરૂ કરાશે.

સાહિન-