- આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે
- બેઠકમાં પીએમ મોદી રહેશે હાજર
- સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા યોજાશે
દિલ્હી:સંસદના ચોમાસું સત્ર બોલાવવાના એક દિવસ પહેલા રવિવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે.કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થવાની આશા છે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રવિવારે સંસદના નીચલા સદનના તમામ સદનોના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે.
આ પ્રકારની બેઠક સંસદના દરેક કાર્યકાળની સુવ્યવસ્થિત કામગીરીની સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવે છે. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલે એટલે કે 19 જુલાઇથી શરૂ થવાનું છે. દેશમાં ફેલાયેલા જીવલેણ કોરોનાવાયરસ બીમારીની બીજી લહેર બાદ આ પ્રથમ સત્ર હશે. સત્રના 19 દિવસોના કારોબાર સાથે 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાની આશા છે.
સંસદનું ચોમાસું સત્ર એકદમ તોફાની રહેવાની સંભાવના છે, વિપક્ષ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારો સહિતના અનેક મુદ્દાઓ પર શાસક ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ઘેરશે તેવો આક્ષેપ છે.આ સાથે સત્રમાં વિપક્ષ દ્વારા વેક્સિનના અભાવને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવશે.