Site icon Revoi.in

વિતેલી રાત્રે આસમાનમાં ચંદ્ર અને શુક્રના મિલનનો અદ્ભુત નજારો દેખાયો, સોશિયલ મીડિયા પર ફોટો છવાયા

Social Share

શુક્રવારની રાત્રે આસમાનમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો આ નજારાના દર્શ્યો લોકોએ કેમેરામાં ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા એમ કહી શકાય છે કે આ દર્શઅયો સોશિયલ મીડિયા પર છવાયા હતા.વાત જાણે એમ છે કે વિતેલી રાત્રે આકાશમાં ચંદ્ર્ અને શુક્ર એટલા પાસે જોવા મળ્યા હતા કે ચંદ્રની નીચે શુક્ર હતો આ નજારો જાણે કોઈ સ્ત્રીની કાનની બાલીઓ જેવો લાગી રહ્યો હતો.

શુક્રવારે સાંજે આકાશમાં દેખાતો નજારો જોઈને બધાએ તેને પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો. ચૈત્ર નવરાત્રી પર્વના ત્રીજા દિવસે આકાશમાં જોવા મળેલી આ ખગોળીય ઘટનાને લોકો મા ચંદ્રઘંટાનો ચમત્કાર માની રહ્યા છે. શુક્ર ગ્રહ અને ચંદ્રના મિલનનો નજારો એવો હતો કે લોકોની નજર આકાશ પર ટકેલી હતી.

ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આકાશમાં ચંદ્રની સાથે શુક્રની આભા જોઈને બધા તેને મા ચંદ્રઘંટાનો ચમત્કાર માની રહ્યા હતા. સાંજ પડતાં જ મંદિરોમાંથી એવો સંકેત પણ અપાયો હતો કે ચૈત્ર નવરાત્રીના તહેવાર પર આકાશમાં મા ચંદ્રઘંટા ભક્તોને દર્શન આપી રહ્યા છે. આ અદ્ભુત નજારો જોવા માટે લોકો પોતાના ઘરના ઘાબા પર ચઢ્યા હતા અને કેમેરામાં આ દ્ર્શયને કેદ કરતા જોવા મળ્યા હતા.

ગોળીય ઘટનાનો વૈજ્ઞાનિક અર્થ અલગ છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર અને સૌરમંડળના સૌથી તેજસ્વી ગ્રહ શુક્રના જોડાણને કારણે આ દુર્લભ દૃશ્ય આકાશમાં દેખાયું. આજે, ચંદ્ર અને શુક્ર વચ્ચેનું લઘુત્તમ કોણીય અંતર જોવા મળ્યું હતું અને શુક્ર ચંદ્રની બરાબર નીચે ચમકતો જોવા મળ્યો હતો.