પંજાબના એક આર્કિટેકે રિક્ષાની ગતિએ રસ્તા પર ચાલતા લડાકૂ વિમાન જેવા જ એક વાહનની રચના કરી
- પંજાબના આર્કિટેકનું કાર્ય
- ફાઈટર જેટ જેવા વાગનની કરી રચના
- આ વિમાન રસ્તા પર ચાલે છે
ચંદીગઢ – ભારત દેશ અનેક્ ક્ષેત્રમાં આગવું સ્થાન ઘરાવે છે,અનેક લોકો અંહી પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો કંઈક એવું કરે છે જેનાથી તેઓ મનોરંજન પણ કરે છે તો કેટલાક લોકો કંઈ ખાસ શોધ કરીને લોકોને મંત્રમૂગ્ઘ કરી દે છે. ત્યારે ભારતના રાજ્ય પંજાબના એક આર્કિટેક્ટે કંઈક નવું જ સર્જન કર્યું છે.
આ આર્કિટેક્ટે એક વાહન ડિઝાઇન કર્યું છે જે આબેહૂબ ફાઇટર જેટ જેવું લાગે છે,આ વિમાન જેવા દેખાતા વાહનની રચના આર્કિટેક્ટ રામપાલ બાહનીવાલ દ્વારા કરવામાં આવી છે. જેને બનાવવા માટે તેમને 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે,પરંતુ તેની ખાસ વાત એ છે કે તે હવામાં ઉડતું નથી પરંતુ રસ્તા પર ચાલે છે.
આર્કિટેકs આ જેટ આકારના વાહનનું નામ પંજાબ રાફેલ રાખ્યું છે. ફાઇટર એરક્રાફ્ટ રાફેલથી પ્રેરિત આ વાહન જોવામાં આબેહૂબ વિમાન જેવું લાગે છે, પરંતુ તે હવામાં ઉડતું નથી. તેની ગતિ વિશે જો વાત કરવામાં આવે તો તે ઓટો રિક્ષાની ઝડપે એટલે કે 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રસ્તા પર ચાલે છે. આ જેટની રચવા બાથિંડાની રામા મંડીમાં કરવામાં આવી છે.
રામપાલે આ વાહનને હળવા વાદળી રંગથી સજાવ્યું છે અને તેના પર પોતાનું નામ અને મોબાઇલ નંબર પણ રાખ્યો છે. તેમને આ વાહન તૈયાર કરવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો હતો. આ વાહનમાં ડ્રાઇવર સહીતના બીજા વધુ લોકો પણ બેસી શકે છે. દૂરથી જોતા આ વાહત રાફેલ વિમાજ જેવું દેખાય છે, જાણે એવો ભાસ થાય છે કે રાફેલ રસ્તા પર ઉતરી આવ્યું છે.
સાહિન-