- જમ્મુ કાશ્મીરમાં બે આતંકીઓના સહયોગી ઝડપાયા
- લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓની નજર રહેલી હોય છે જો કે સુરક્ષા દળો સતત નજર રાખઈને આતંકીઓની નાપાક હરકતને સફળ થવા દેતા નથઈ ત્યારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના સોપોર ઉપ-જિલ્લામાંથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે.
આ બબાતને લઈને બુધવારે પોલીસે જાણકારી આપી હતી.જેમાં જણાવાયું કે સોપોરના સૈદપોરા બાયપાસ પર બે શંકાસ્પદ લોકોની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે પોલીસ, આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા આ વિસ્તારમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.સર્ચ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓએ કોર્ડન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સુરક્ષા દળોએ ઘટનાસ્થળે જ બંને શકમંદોની ધરપકડ કરી હતી.
વધુ જાણકારી પ્રમાણે ધરપકડ કરાયેલ લોકોની ઓળખ બહલ મોહલ્લા સૈદપોરાના કૈસર મંજૂર મીર અને શાલપોરા, બારાત કલાનના મુઝફ્ફર મજીદ મીર તરીકે થઈ છે.આ “સહીત પ્રારંભિક પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બ્રાથ કલાન સોપોરના રહેવાસી સ્થાનિક સક્રિય આતંકવાદી બિલાલ અહમદ મીર માટે સહાયક તરીકે કામ કરતા હતા પકડાયેલા આતંકી સહયોગી પાસેથી શસ્ત્રો અને દારૂગોળો, 15 પિસ્તોલ રાઉન્ડ, 25 એકે-47 રાઉન્ડ, એક આઈઈડી અને બે હેન્ડ ગ્રેનેડ જેવી ગુનાહિત સામગ્રી ઝપ્ત કરવામાં આવી છે.