1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વ્યવહાર કરનારા ભાજપના કોર્પોરેટરને છાવરવાના પ્રયાસ
મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વ્યવહાર કરનારા ભાજપના કોર્પોરેટરને છાવરવાના પ્રયાસ

મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વ્યવહાર કરનારા ભાજપના કોર્પોરેટરને છાવરવાના પ્રયાસ

0
Social Share

અમદાવાદઃ શહેરના નરોડા બોર્ડના ભાજપના કોર્પોરેટર દ્વારા મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વર્તન કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન મનપા સત્તાધીશો ભાજપના કોર્પોરેટરને છાવરવાનો પ્રયાસ કરી રહ્યાંનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ મ્યુનિ અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર સાથે અમાનવીય કૃત્યની ઘટના દુઃખદ છે. બીજી તરફ સત્તાધીશો દ્વારા જવાબદાર કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાને બદલે તેને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમાભાઈ પટેલે મહિલા મેડિકલ ઓફિસરનું મો પકડીથી બળજબરીથી પાણી પીવડાવવાની સાથે જાતિ વિષયક અપશબ્દો બોલીને ધમકી આપી હતી. સત્તાધારી પક્ષ દ્વારા તપાસ કમિટીનું તરકટ રચીને સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code