Site icon Revoi.in

કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,2.5 ની નોંધાઈ તીવ્રતા  

Social Share

ભુજ:કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલ ભૂકંપની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર હતું. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. જોકે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થયાના સમાચાર સામે આવ્યા નથી.

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં ગોઝારો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ કચ્છમાં અવાર-નવાર હળવા આંચકા આવે છે.કચ્છના પાતાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાનું જાણવા મળે છે.દરમિયાન ભૂંકપની તીવ્રતા માપવા માટે કચ્છમાં લગભગ 35 સ્થળો ઉપર જીપીએસ લગાવાયા હોવાનું જાણવા મળે છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.