શિમલા :હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 હતી.આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે,ભૂકંપના આંચકા રાત્રે લગભગ 10.2 કલાકે અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં નાકો નજીક ચાંગો નીચલામાં હતું.
આંચકા થોડીક સેકન્ડો સુધી રહ્યા હતા, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે,હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.