Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ પૂર્વ કટરાથી 97 કિલોમીટરના અંતરે આવ્યો હતો.સવારે 5.01 કલાકે ભૂકંપ આવ્યો હતો.લગભગ એક મહિના પહેલા ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા 13 ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના યુક્સોમમાં સવારે 4.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા નોંધાઈ હતી.

આ પહેલા 11 ફેબ્રુઆરીએ ગુજરાતના સુરતમાં ધરતી ધ્રૂજી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી.જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાની થઈ નથી.સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી.