જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ રાત્રે 11.12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી.જોકે, આવેલા ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી.ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા.આ ભૂકંપની તીવ્રતા 5.9 હોવાનું જાણવા મળ્યું છે.તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.દિલ્હી-એનસીઆર ભૂકંપના સંદર્ભમાં સંવેદનશીલ વિસ્તારમાં આવે છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.