- અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
દિલ્હી : ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ હતું. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે ભૂકંપ 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 116 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. NCS અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 3.23 વાગ્યે આવ્યો હતો.જોકે,આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
આ પહેલા મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાયું હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. જોકે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા ન હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.