Site icon Revoi.in

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

Social Share

જયપુર : રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ મંગળવારે રાત્રે 11.36 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી 685 કિમી પશ્ચિમમાં અને 10 કિમીની ઊંડાઈએ હતું. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.

આ પહેલા હરિયાણાના ઝજ્જર જિલ્લામાં પણ મંગળવારે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.5 હતી અને તે 12 કિલોમીટરની ઊંડાઈએ હતો. ગયા મહિને 28 મેના રોજ દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.