નેપાળમાં વહેલી સવારે ધ્રુજી ધરા,રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ
- નેપાળમાં ભૂકંપના આંચકા
- 5.3ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકસાનના અહેવાલ નહીં
કાઠમંડુ:નેપાળના નુવાકોટ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, સવારે 5:26 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી.
આ પહેલા નેપાળના કાઠમંડુમાં 31 જુલાઈ, રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5.5 હતી.આ ભૂકંપની અસર બિહારના અનેક જિલ્લાઓમાં પણ જોવા મળી હતી.ઉત્તર બિહારના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેપાળને અડીને આવેલા મધુબની, સમસ્તીપુર, અરરિયા, કટિહાર, સીતામઢીમાં સવારે 7.58 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાજધાનીથી 147 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં આંચકા અનુભવાયા હતા.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે