દિલ્હી:ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી.મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું.તેની ઊંડાઈ 97.1 કિમી હતી.હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી.
આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી.આ વિસ્તારમાં એક જ દિવસમાં આ ત્રીજો ભૂકંપ છે.જેના કારણે લોકો અચંબામાં જોવા મળ્યા હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.