Site icon Revoi.in

કચ્છમાં ભારત-પાક સરહદે ભૂંકપનો 2.6ની તિવ્રતાનો આંચકો અનુભવાયો,

Social Share

ભૂજઃ કચ્છમાં ભૂકંપના હળવા આંચકા અવાર-નવાર અનુભવાતા હોય છે.ભૂગર્ભ સલવળાટના કારણે ભૂકંપના આફ્ટર શોકનો દોર આજ દિન સુધી યથાવત રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આજે ત્રીજી વખત ધરા ધ્રુજવાની ઘટના ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાઈ છે. આજે સોમવારના પરોઢિયે 4.45 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 34 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ ભારત- પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો લઘુ કક્ષાનો 2.6ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જોકે વહેલી પરોઢે લોકો ગાઢ નિંદરમાં હોવાથી અને હળવો આંચકો હોવાથી લોકોને અનુભવ્યો નહતો.

કચ્છમાં સમયાંતરે અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. કચ્છમાં વાગડ સહિત બેથી ત્રણ ફોલ્ટ લાઈન હોવાથી ભૂકંપના હળવા આંચતા ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાતા હોય છે. આ સપ્તાહ દરમિયાન આવેલા આફ્ટર શોક પર નજર કરીએ તો ગત શુકવાર તા.6ના ભચાઉથી 16 કિમી દૂર ખારોઇ નજીક બપોરે 12.10 મિનિટે 3.1ની તિવ્રતાનો આફ્ટર શોક નોંધાયો હતો, જ્યારે તા. 3 જુલાઈના રણ કાંધીએ આવેલા નેર બંધડી વચ્ચેના વિસ્તારમાં 3ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જ્યારે આજે વાગડ ફોલ્ટ લાઈન સિવાય આંતરરાષ્ટ્રીય સરહદે ભૂકંપનો લઘુતમ સ્તરનો આંચકો નોંધાયો છે. જોકે 2.6ની તિવ્રતાનો હળવો આંચકો હોવાથી કોઈ નુકશાન થયુ નથી. વહેલી પરોઢે ભૂકંપના હળવો આંચકા આવ્યાની જાણ લાકોને સવારે ટીવીના માધ્યમો દ્વારા થઈ હતી.

સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના સૂત્રોના કહેવા મુજબ કચ્છમાં જૂન માસની ગત 4 તારીખે રાપરના બેલાથી 44 કિલોમીટર દૂર 3.3ની તિવ્રતાનો આફ્ટરશોક વાગડ ફોલ્ટલાઈન ઉપર નોંધાયો હતો, જેના 21 દિવસ બાદ એક દિવસ પૂર્વે તા.26ના ધોળાવીરાથી 100 કિલોમીટર દૂર સરહદની સામે પાર પાકિસ્તાનમાં બપોરે 4.41 .મિનિટે 2.8ની તિવ્રતા નો આંચકો નોંધાયા બાદ એજ દિવસે એક કલાક બાદ સાંજે 5.55 મિનિટે ભચાઉથી 14 કિલોમીટર દૂર 2.7ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી હતી. લખપ થી 25 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં નોંધાયો હતો. 28 જુનના લખપતથી 25 કિલોમીટર દૂર બપોરે 3.50 મિનિટે 3.4ની તિવ્રતા ધરાવતો આંચકો સરહદ નજીક પાકિસ્તાનમાં નોંધાયો હતો.