રાજકોટના શાપરમાં બપોરના ટાણે 2,9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
રાજકોટઃ કચ્છમાં હજુ ગુરૂવારે ભૂકંપના આંચકા બાદ રાજકોટના શાપર અને આજુબાજુના વિસ્તારોમાં પણ શુક્રવારે બપોરના ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર હતું. ગત 12મી એપ્રિલે આ જ ક્ષેત્રમાં ઉપરાઉપરી ચાર આંચકા અનુભવાયા હતા અને તેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી દક્ષિણ-દક્ષિણપુર્વમાં 17 કીમી દુર હતુ. આજના આંચકાનુ કેન્દ્રબિંદુ એક કીમી નજીક માલુમ પડયુ હતું.
સિસ્મોલોજી સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ નજીક શુક્રવારે બપોરે 2.09 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર દક્ષિણ-દક્ષિણ પુર્વમાં હતું. ભારતમાં ભૂકંપના પાંચ ઝોન છે અને એમાં સૌથી ખતરનાક પાંચમા ઝોનમાં ગુજરાતનું કચ્છ આવે છે. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. એમાં પણ 18 એપ્રિલે ગુરુવારે આવેલો આંચકો 3.7ની તીવ્રતાનો હતો. જ્યારે શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ધરતી ધ્રૂજી હતી. આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ છે. શાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
રાજકોટની ભાગોળે આવેલા શાપર નજીક ભૂકંપના આંચકો અનુભવાયો છે. શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હતી. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે. છેલ્લા પંદર દિવસમાં આવેલા ભૂકંપના આંચકા પર નજર કરીએ તો ચાલુ મહિનાની તા.4ના સવારે 9.12 મિનિટે ભચાઉ નજીક 2.9, તા. 14ના પરોઢે 5.8 મિનિટે ખાવડા નજીક 2.9, બુધવારે 17 એપ્રિલે બપોરે 2.51 મિનિટે 2.8 અને ગુરુવારે 18 એપ્રિલે બપોરે 1.36 મિનિટે 3.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાનો સિલસિલો આજદિન સુધી યથાવત્ રહેવા પામ્યો છે.