- ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.2 નોંધાઈ
- સતત ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાની ઘટનાઓ
દહેરાદૂનઃ- દેવભૂમિ ઉત્તરાખંડમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ ાવવાની ઘટના સામે આવી રહી છએ તેવી સ્થિતિમાં આજરોજ રવિવારે સવારે અંદાજે 9 વાગ્યા આસપાસ ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે જો કે આ પ્રથમ વખત નથી આ પબહેલા અનેક વખત ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી ઉઠી છે.
વઘુ વિગત પ્રમાણે આજે રવિવારે અંદાજે 8 વાગ્યેને 50 મિનિટ આસપાસ આ આચંકાઓ અનુભવાયા હતા ,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢની નજીક નોંધવામાં આવ્યું છે.ઉત્તરાખંડનો ઉત્તરકાશી અને પિથોરાગઢ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર પિથોરાગઢથી 23 કિમી 10 કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. હાલ કોઈ પણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી નથી. આ પ્રકારના અનેક વખત અહીં આચંકાો આવી ચૂક્યા છે. આ અગાઉ પણ 9 નવેમ્બર 2022ના રોજ પિથોરાગઢમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.