Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 101 કિમી દક્ષિણમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

જોકે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.આ પહેલા ગુરુવારે સવારે (9 માર્ચ) પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અગાઉના દિવસે ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. આ દરમિયાન પણ ભૂકંપમાં કોઈને નુકસાન થયું નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.