રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.1 ની તીવ્રતા નોંધાઈ
- રાજસ્થાનમાં ભૂકંપના આંચકા
- 4.1 ની તીવ્રતા નોંધાઈ
- કોઈ જાનહાનિ કે નુકસાની નહીં
જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં સોમવારે રાત્રે 2:1 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ બીકાનેરના ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.તે જ સમયે, લખનઉમાં શનિવારે બપોરે 1.12 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
લખનઉના ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અહીં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ જમીનથી 82 કિમી નીચે હતી.આ સિવાય શુક્રવારે ઉત્તરાખંડના પિથોરાગઢ વિસ્તારમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા.અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. ભૂકંપ બપોરે 12.55 કલાકે આવ્યો હતો. NCS એ જણાવ્યું હતું કે,જમ્મુ અને કાશ્મીરના હેનલે ગામની દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 3.1 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે