અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5.4 નોંધાઈ
- અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા
- રિક્ટર સ્વ્રકેલ પર તીવ્રતા 5.4 નોંધાઈ
દિલ્હીઃ- મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદથી 89 કિમી દક્ષિણમાં આવ્યો હતો. ત્યારે ભારતીય સમય અનુસાર રાતના લગભગ 2 વાગ્યા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 89 કિમી દક્ષિણમાં જમીનથી 200 કિમીની ઊંડાઈમાં જાણવા મળ્યું હતું. જો કે આ આવેલા ભૂકંપમાં કોઈપણ પ્રકારની જાનહાની કે ઈજા થવાના સમાચાર મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આ પહેલી વાર નથી અવારનવાર અહી ભારે તીવ્રતા વાળા ભૂકંપના આચંકાો આવતા રહેતા હોય છે.પૂર્વ અફઘાનિસ્તાનમાં જૂનમાં આવેલા ભૂકંપમાં 1 હજા થી વધુ લોકોના જીવ ગયા હતા ,
tags:
AFGHANISTAN