ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઈ
દિલ્હી:દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે.આ ભૂકંપ ફિલિપાઈન્સના મસ્બેટ પ્રાંતમાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે નુકસાન અથવા જાનહાનિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, એક મહિના પહેલા એટલે કે 18 જાન્યુઆરીએ ફિલિપાઈન્સના દક્ષિણ ભાગમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી.
તાજેતરમાં તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આ ભૂકંપને કારણે તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન થયું હતું.આમાં મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે.આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.