Site icon Revoi.in

આજે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપ અનુભવાયો , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5,2 નોંધાઈ 

Social Share

દિલ્હી – અફઘાનિસ્તાન કે જય અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતીહોય છે ત્યારે આજ રોજ મંગર્વરની સવારે ફરી એક વખત અફઘાનિસ્તાનની ધરતી દરૂજી ઉઠી હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર  અફઘાનિસ્તાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપ આવ્યો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

આ ભૂકંપ  આજરોજ સવારે લગભગ 7 વાગ્યા આસપાસ અનુભવાયો હતો. જો કે, હજુ સુધી ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કેટલી જાન-માલનું નુકસાન થયું છે તેની કોઈ માહિતી નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૃથ્વીની  સપાટીથી 120 કિમી નીચે નોંધાયું હતું .

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આવ્યા ભૂકં અવાર નવાર આવતા હોય છે આ અગાઉ ઑક્ટોબરની શરૂઆતમાં, પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3-ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછીના મજબૂત આફ્ટરશોક્સમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.  પર્વતીય દેશમાં સૌથી ખતરનાક ભૂકંપમાં 2,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે નવ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.