Site icon Revoi.in

ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ગુહાવટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ઘટના આવી સામે

Social Share

ગુહાવટીઃ- છેલ્લા કેટલાક સમયથી અનેક કંપનીઓની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જવાની ઘટનાો વધતી જતી જોવા ણળી રહી છે ત્યારે આજરોજ રવિવારની સવારે પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે  ગુવાહાટીથી આસામના ડિબ્રુગઢ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રવિવારે સવારે ટેક-ઓફની થોડી જ મિનિટોમાં ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછી ફરી હતી. વિમાનમાં એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યના ભાજપના બે ધારાસભ્યો સવાર હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.

જામકા્રી અનુસાર આ ફ્લાઈટનો  નંબર 6E2652 હતો જે આજરોજ રવિવારે સવારે 8.40 વાગ્યે ગુવાહાટીથી ટેકઓફ થઈ હતી જો કે ટેકઓફ થવાની થોડી જ મિનિટોમાં અંદાજે  20 મિનિટમાં એરપોર્ટ પર પાછી ફરી હતી.

આ વિમાન પરત ફરવાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. મુસાફરોમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી અને આસામમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના બે ધારાસભ્યો પ્રશાંત ફુકન અને તેરોશ ગોવાલાનો સમાવેશ થાય છે.જો કે તાત્કાલિક લેન્ડિંગ થી જતા કોી પણ મોટી દૂર્ઘટના ટળી હતી.

ગુવાહાટીમાં ઈમરજન્સિ લેન્ડિંગ કર્યા  બાદ તરત જ વિમાનના તમામ યાત્રીઓને ડી-બોર્ડ કરવામાં આવ્યા હતા અને વિમાનને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે પ્લેન પાછું વળ્યું હતું અને ગુવાહાટીમાં ઉતર્યું હતું,જો કે આ મામલે ઈન્ડિગો તરફથી કોી સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.આ પહેલી વખત નથી કે જ્યારે પ્લેનમાં આવી ટેકનિકલ ખામી સર્જાય હોય આ પહેલા પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.