- પોલીસ સાથેની અથડામણમાં આરોપી ઠાર મારાયો
- બે પોલીસ કર્મચારીઓને ચાલતી ટ્રેનમાંથી ફેંકીને હત્યા કરાઈ હતી
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ગત ઓગસ્ટ મહિનામાં બે પોલીસ કર્મચારીઓને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દઈને તેમની હત્યા કેસમાં સંડોવાયેલા ઝાહિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આરોપી સામે રૂ. એક લાખનું ઈનામ જાહેરા કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટમાં ટ્રેનમાંથી ધક્કો મારીને બે પોલીસકર્મીઓની હત્યા કરવાના કેસમાં રૂ. 1 લાખનું ઈનામ ધરાવનાર આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ બે કોન્સ્ટેબલોએ ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. ગયા મહિને, 19-20 ઓગસ્ટની રાત્રે, બે કોન્સ્ટેબલ જાવેદ ખાન અને પ્રમોદ કુમારને બાડમેર ગુવાહાટી એક્સપ્રેસમાં ટ્રેનમાંથી ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં સંડોવાયેલા આરોપી ઝાહિદનું એન્કાઉન્ટર થયું હતું, તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે. આરોપી જાહિદની ગાઝીપુરના દિલદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘાયલ હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે મૂળ મન્સૂર ગલી પેધિમા બજાર, ફુલવારીશરીફ પટના, બિહારનો હતો. ઇજાગ્રસ્ત ગુનેગાર સામે અપહરણ, હુમલો અને દારૂની હેરાફેરીના અનેક કેસ નોંધાયા હતા. ઝાહિદે બે RPF કોન્સ્ટેબલ પર નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેમને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધા હતા. જેમાં બંને કોન્સ્ટેબલના મોત થયા હતા.
PDDU રેલ્વે જંકશન પર તૈનાત બે RPF જવાનોના મૃતદેહ ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને સૈનિકો મોકામા (પટના) ટ્રેનિંગ સેન્ટર જઈ રહ્યા હતા. પ્રમોદ સિંહ 37 વર્ષના અને મોહમ્મદ જાવેદ ખાન 38 વર્ષના હતા.