રાજકોટમાં રોગચાળો વકર્યો,એક સપ્તાહમાં શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા
- શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો
- એક સપ્તાહમાં શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા
- ઝાડા–ઉલટીના 147 અને સામાન્ય તાવના 84 કેસ દાખલ
રાજકોટ:ઉનાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મોટરિંગ કરીને પાણી ખેંચવામાં આવતું હોય છે અને તેના કારણે પાણીમાં પોલ્યુશન આવતું હોય છે.ઉનાળામાં પ્રદૂષિત પાણીને કારણે ઝાડા- ઉલટી, કમળો અને ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગચાળાના કેસો વધતા હોય છે.તો આકરા તાપને કારણે પણ તાવના કેસ નોંધાઈ રહ્યા છે.
રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 147 અને શરદી-ઉધરસના 236 દર્દીઓ નોંધાયા છે.જયારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા છે.આ ઉપરાંત ડેંગ્યુનો 8, મેલેરીયાનો 3 અને ચિકનગુનિયાનો 4 કેસ નોંધાયો છે.આ આંકડા તારીખ 28 માર્ચથી 3 એપ્રિલ સુધીના છે.જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.એક અઠવાડિયામાં 13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને 603 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.