Site icon Revoi.in

લોકસભામાં સ્પીકરની પસંદગીને લઈને એનડીએમાં કવાયત

Social Share

18 મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, સાંસદો ચૂંટાઈ આવ્યા છે, વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ પણ નક્કી થઈ ચૂક્યું છે ત્યારે હવે રાહ જોવાય છે  સ્પીકર પદની. સંસદમાં બે ગૃહ હોય છે ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે જ્યાં પ્રણાલી અનુસાર સત્તાધારી પક્ષ અથવા તો ગઠબંધનના સભ્યમાંથી સ્પીકર પસંદ કરવામાં આવે છે. સ્પીકર પણ લોકસભાના 543 સીટમાંથી ચૂંટાયેલા એક સાંસદ જ હોય છે . લોકસભામાં સ્પીકરની મુદત પાંચ વર્ષની હોય છે.

17 મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા હતા ત્યારે લોકસભા અધ્યક્ષની સત્તા અને ફરજો શું હોય છે અને આ વખતે એટલે કે 18 મી લોકસભામાં સ્પીકરનું પદ કોને ફાળે જાય છે તે જોવાનું રહ્યું.  સ્પીકર નુ પદ સદનમાં કેટલું મહત્વ ધરાવે છે તેનું એક ઉદાહરણ સમજીએ. 17 એપ્રિલ 1999 એ લોકસભામાં વાજપેયી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું હતું ત્યારે માત્ર એક વોટને કારણે તેમની સરકાર પડી ગઈ હતી તે સમયે સ્પીકર તેલુગુ દેશમ પાર્ટીના નેતા બાલયોગી હતા. તેઓએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ ગયેલા કોંગ્રેસ સંસદ ગિરધર ગમાંગને વોટ આપવાની મંજૂરી આપી હતી. ગિરધર કમાન કોંગ્રેસના સાંસદ હતા ફેબ્રુઆરી 1999 માં ઓડિશાના મુખ્યમંત્રી બની ગયા તેમ છતાં તેમણે લોકસભાની સદસ્યતા છોડી નહોતી એટલે લોકસભામાંથી રાજીનામું આપ્યું નહોતું અને તેમના જ એક વોટથી વાજપેયી સરકાર પડી ગઈ હતી.

લોકસભાની તમામ કાર્યવાહી લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર દ્વારા કરવામાં આવે છે. શિસ્ત જળવાઈ રહે તે જોવાની જવાબદારી પણ લોકસભાના અધ્યક્ષની હોય છે. સદનને સ્થગિત કરવાનો અધિકાર  સ્પીકરને હોય છે. સદનમાં ગેરવર્તન કરનાર સાંસદને સસ્પેન્ડ કરવાની સત્તા પણ તેઓ ધરાવે છે.

અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. લોકસભામાં સભ્ય દ્વારા કરાતી તમામ ટિપ્પણી અને ભાષણો અધ્યક્ષને સંબોધીને જ કરવાના હોય છે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રોની કાર્યવાહી પણ લોકસભાના અધ્યક્ષ દ્વારા જ થાય છે. અવિશ્વાસની દરખાસ્તને બાદ કરતાં તમામ દરખાસ્ત સ્પીકરની અનુમતિથી જ સદનમાં આવે. કોઇ બિલ કે પ્રસ્તાવ પર સરખે સરખા મત મળે ઍટલે કે ટાઈ પડે ત્યારે સ્પીકરનો મત મહત્વપૂર્ણ બની જાય છે. સ્પીકરને પોતાનો મત આપવાનો અધિકાર હોય છે. સદનમાં કોઇ બિન સંસદીય શબ્દો બોલાયા હોય તો તેને રેકોર્ડ પરથી દુર કરવાની સત્તા સ્પીકર પાસે હોય છે.

લોકસભાના પ્રથમ સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવળંકર. તો વળી નિલમ સંજીવ રેડી બે વખત સ્પીકર બન્યા હતા. 1967માં અને 1977 માં. આ ઉપરાંત બલરામ જાખડ, શિવરાજ પાટીલ, પી. એ.સંગમા સહિતના નેતાઓ પણ લોકસભાના સ્પીકરનું પદ સંભાળી ચૂક્યા છે. તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલ યોગી વર્ષ 1998 અને 1999માં સ્પીકર બન્યા હતા. આ ઉપરાંત શિવસેનાના મનોહર જોશી, સામ્યવાદી પક્ષના સોમનાથ ચેટરજી, કોંગ્રેસના નેતા મીરા કુમાર પણ આ પદ પર રહી ચૂક્યા છે.

16મી લોકસભામાં સુમિત્રા મહાજન અને 17 મી લોકસભામાં ઓમ બિરલા સ્પીકર પર સંભાળી ચૂક્યા છે 18 મી લોકસભામાં જો સર્વાનુમતે સ્પીકર નકકી થશે કે ચૂંટણી થશે તે જોવાનું રહ્યું. ભાજપ ઓમ બિરલાને ફરી એકવાર સ્પીકર પદ આપી શકે છે. આ ઉપરાંત ભર્તૃહરિ મહતાબ નું નામ પણ સંભળાય છે. તેવો કટકથી સાતમી વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ તેઓ બીજેડીમાંથી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત બીજું એક નામ જે ચર્ચામાં છે તે છે પુરંદેશ્વરી દગગુબતી. તેઓ આંધ્રપ્રદેશના રાજમંદરી સીટ પરથી ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. પાર્ટીની રીતે  તેવો ભાજપ નેતા છે. પણ સંબંધની રીતે જોઈએ તો તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સાળી થાય છે.

લોકસભાનું 24મી જૂનથી લોકસભાનું સંસદનો પ્રથમ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જે આગામી ૩જુલાઇ સુધી ચાલશે ત્યારે આ વખતે સ્પીકરપદ કોને ફાળે જાય છે તે જોવું રહ્યું.