- ઉત્તર અફઘાનિસ્તાનમાં થયો વિસ્ફોટ
- વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત
- 13 અન્ય ઘાયલ થયા
દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં ગુરુવારે થોડી જ મિનિટોમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.તાલિબાન દ્વારા નિયુક્ત પોલીસ વડાના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.પ્રવક્તા મોહમ્મદ આસિફ વઝીરીએ જણાવ્યું કે,બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફમાં બે અલગ-અલગ વિસ્ફોટ થયા.
સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષાના ડરથી નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,બોમ્બ વિસ્ફોટોનું લક્ષ્ય શિયા લઘુમતી હજારા વંશીય જૂથના સભ્યો હતા.અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ ઘાતક બોમ્બ વિસ્ફોટોમાં આ નવો હુમલો છે.ગયા અઠવાડિયે, એક મસ્જિદ અને ધાર્મિક શાળાની ઇમારતમાં બોમ્બ વિસ્ફોટમાં 33 શિયા ઉપાસકો માર્યા ગયા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં આ પહેલો હુમલો નથી.ભૂતકાળમાં પણ ત્યાંની એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને 65 લોકો ઘાયલ થયા હતા.આ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી.આ સિવાય મજરા-એ-શરીફ બાદ કુંદુજ પ્રાંતના સરદારવર વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો.વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 18 ઘાયલ થયા હતા.આ હુમલાના બે દિવસ પહેલા 19 એપ્રિલના રોજ કાબુલ નજીક એક શાળામાં ત્રણ વિસ્ફોટ થયા હતા.જેમાં છ લોકોના મોત થયા હતા.ત્યાં એક ડઝન ઘાયલ થયા હતા.