રિલસ બનવવાના શોખિનો માટે આંખો ખોલતી ઘટના, રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોત
નવી દિલ્હીઃ દેશમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મોબાઈલ ઉપર વીડિયો બનાવવા તથા સેલ્ફી લેવા માટે કેટલાક યુવાનો જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી. જેથી જોખમી સેલ્ફી તથા વીડિયો ઉતારવા ચક્કરમાં કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યાં હતા. દરમિયાન આવી જ ચોંકાવનારી ઘટના દિલ્હીમાં બની છે. બે યુવાનો રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવી રહ્યાં હતા ત્યારે રેલવે ટ્રેક ઉપર ઝડપથી આવતી ટ્રેને બંને યુવાનોને અડફેટે લીધા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતી વખતે બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા બંનેના મોત થયાં હતા. મૃતક યુવાનોના નામ વંશ શર્મા અને મોનું છે. 23 વર્ષિય વંશ અભ્યાસ કરતો હતો. જ્યારે તેનો મિત્ર મોનુ (ઉ.વ. 23) એક દુકાનમાં સેલ્કમેન તરીકે કામ કરતા હતા. આ દૂર્ઘટના કાંતિનગર ફ્લાઈઓવર પાસે રેલવે ટ્રેર ઉપર બની હતી. દિલ્હી પોલીસને જાણકારી મળી હતી કે, કાંતિનગર ફ્લાઈઓવર પાસે બે યુવાનો ટ્રેનની અડફેટે આવ્યાં હતા. આ બંને યુવાનો મોબાઈલ ઉપર વીડિયો બનાવી રહ્યાં હતા. આ માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ જ્યારે બનાવ સ્થળે પહોંચી ત્યારે બંને યુવાનોના મત થઈ ચુક્યાં છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બંને યુવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા અને ટ્રેનનો વીડિયો બનાવવા રેલવે ટ્રેક ઉપર આવતા હતા. બંને યુવાનો ટ્રેનનો લાઈવ વીડિયો બનાવવા પહોંચ્યાં છે. આ પ્રકરણની હાલ પોલીસ તપાસ કરી રહી છે.