- કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય
- ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી
દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્રની સરકાર અથાગ પ્રયત્ન કરતી રહે છે જેથી દેશના લોકો શાંતિની ઊંધ લઈ શકે દેશની તમામ સરહદો પર જવાન તૈનાત કરવામાં આવે છે તેઓને અનેક હથિયાર અને સુવિધાઓ અપાઈ છે ત્યારે હવે આ બબાતે કેન્દ્રીય કેબિનેટે એક મહત્વનો નિર્ણ.ય લધો છે અને સુરક્ષા માટે ની ટીમને વધારવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટે ભારત-ચીન સરહદ પર તૈનાત ITBP માટે 9 હજાર 400 જવાનોની ઓપરેશનલ બટાલિયન સાથે સાત નવી બટાલિયન ઊભી કરવાની મંજૂરી આપી છે.
આ સહીત મળેલી બેઠકમાં સિંકુલના ટનલના નિર્માણને પણ મંજૂરી અપાઈ આ ટનલના નિર્માણથી લદ્દાખ સાથે તમામ હવામાનમાં રોડ કનેકિટવિટીની સુવિધા મળશે. ટનલની લંબાઇ ૪.૮ કિમી હશે, જેના પર ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા જેમાંથી એક કેબિનેટે દેશમાં સહકારી ચળવળની પાયાના સ્તર સુધી પહોંચને મજબૂત કરવા માટે સમિતિઓની રચનાને પણ મંજૂરી આપી છે.મંત્રી એ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં બે લાખ બહુહેતુક ડેરી, મત્સ્યઉદ્યોગ સહકારી સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.