- બીજેપી અને કેન્દ્રની સાંજે સાડા 4 વાગ્યે બેઠક મળશે
- ખાસલ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઓ
દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી આગામી 2022ની ચૂંટણઈને લઈને સતત વ્યસ્ત જોવા મળે છે ,સૌ કોઈ પાર્ટીના ભાગ બનેલા લોકો અથાગ પ્રય્ત્નો કરીને જનતાને રિઝાવી રહ્યા છે ત્યારે બીજેપી સરકારની આજે કેન્દ્ર સરકાર સાથે એક મહત્વની બેઠક યોજાવા પણ જઈ રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભાજપ સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે એક મોટી બેઠક થશે, જેમાં મંત્રીઓની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વિભાગોની કામગીરીની સમીક્ષા કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઉપરાંત આ બેઠકમાં 2024ની ચૂંટણીની તૈયારીઓ પર પણ વિચાર મંથન યોજાઈ શકે છે.આ બેઠક આજરોજ મંગળવારે સાંજે 4 વાગ્યેને 30 મિનિટે યોજવામાં આવી છે. આ બેઠકમાં 144 નબળી બેઠકો અંગે મંત્રીઓની મુલાકાત અંગે પણ ચર્ચા કરવામાં આવશે.