આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાશે,કોરોનાની સ્થિતિ પર થઇ શકે છે ચર્ચા
- કોરોના-ઓમિક્રોનના વધ્યા કેસ
- મોદી કેબિનેટની મહત્વની બેઠક
- વર્ચ્યુઅલ રીતે યોજાશે આ બેઠક
દિલ્હી:દેશમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળે છે.35 હજારથી ઉપર જતા નવા કેસ વચ્ચે આવતીકાલે બુધવારે નરેન્દ્ર મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ કેબિનેટ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે.
મોદી કેબિનેટની બુધવારે યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠક વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે.બેઠકમાં ભાગ લેનારા તમામ મંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવશે.કોરોનાના વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી રહી છે.કેબિનેટની સાથે-સાથે CCS અને CCEAની પણ બેઠક યોજાશે.
કોરોના સંકટ વચ્ચે દર બુધવારે મળનારી કેબિનેટ વર્ચ્યુઅલ રીતે યોજાઈ રહી હતી, પરંતુ મહામારીના કેસો શમી ગયા બાદ વર્ચ્યુઅલને બદલે બેઠક શરૂ કરવામાં આવી હતી. જો કે, સરકાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે અગાઉ કેબિનેટની સીધી (ભૌતિક) બેઠક વર્ષ 2020ના એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યોજાઈ હતી, જ્યારે દેશમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાઈ રહ્યો હતો. પછી કોરોના સંકટના આગમન પછી, શારીરિક મુલાકાત બંધ કરી દેવામાં આવી હતી. જો કે જુલાઈમાં સીધી બેઠક ફરી શરૂ થઈ હતી.
કોરોના તેમજ ઓમિક્રોનના સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે કેબિનેટની બેઠક બોલાવી છે.આ વર્ચ્યુઅલ મીટિંગમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે.