Site icon Revoi.in

તમારા ખરાબ મૂડને સારો કરવામાં ભોજનનો મહત્વનો ભાગ, ચોકલેટ સહીતની આ વસ્તુઓ મૂડને સુધારે છે

Social Share

ઘણી વખત આપણો મૂડ ખરાબ હોઈ છે ત્યારે આપણાને આપણ ીભાવતી વસ્તુઓ ખાવાનું મન થાય છે, ખાસ કરીને કોઈને આઈસ્ક્રિમ તો કાઈને ચોકલેટ વધુ ભાવે છે તો વળી કોી સ્પાઈસી વસ્તુ પાણીપુરી એવું ખાવાનું વિચારે છે ટૂંકમાં આપણા ખરાબ મૂડને સુધારવામાં આપણી પસંદગીનું ફૂડ સારુ કાર્ય કરે છે.

વ્યક્તિના ખરાબ મૂડ માટે ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે. મહિલાઓમાં કામના તણાવ, પારિવારિક તણાવ અથવા પીએમએસના કારણે મૂડ ઓફ થવાની સમસ્યા પણ રહે છે. તમારા ઉદાસીનું કારણ ગમે તે હોય, જો તમે તરત જ તમારો મૂડ સુધારવા માંગતા હો, તો અહીં જણાવેલી કોઈપણ સ્વાદિષ્ટ વસ્તુ ખાવી જોઈએ.
અખરોટઃ- અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ફેટી એસિડ આપણા મગજ અને ખાસ કરીને લાગણીઓને સંતુલિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.જો કોઈ કારણસર તમારો મૂડ ખરાબ હોય તો તમે ફક્ત બે થી ત્રણ અખરોટ તોડીને તેની દાળ કાઢીને ખાઓ. જો તમે તેને ધીમે-ધીમે ચાવીને ખાશો તો તમને તરત જ લાગશે કે તમારો તણાવ દૂર થઈ રહ્યો છે.