- ભારતીય મૂળની 14 વર્ષની કિશોરીનું રિસર્ચ
- કોરોનાવાયરસ બીમારીને લઈને કરી નવી શોધ
- સંશોધન માટે મળ્યા 25 હજાર ડૉલર
દિલ્લી: સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને અનેક સારવાર માટે સંશોધન થઈ રહ્યા છે ત્યારે આ બાબતે હવે એક કિશોરીએ પણ સંશોધન કર્યું છે. અમેરિકામાં સ્થિત અને મૂળ ભારતની 14 વર્ષની કિશોરી અનિકા ચેબ્રોલુંએ કોરોનાવાયરસના સંક્રમણથી છૂટકારો મેળવવા માટે મદદરૂપ સારવારની શોધ કરી છે. અનિકાએ તેના સંશોધન માટે 25 હજાર ડૉલર એટલે કે લગભગ 18 લાખ રૂપિયાનું ઇનામ પણ જીત્યું છે.
આ જીવલેણ વાયરસ તેના પ્રોટીન દ્વારા સંક્રમણ ફેલાવે છે. અનિકાએ જણાવ્યું કે વિતેલા વર્ષે તે ઈન્ફલ્યુએન્ઝા નો શિકાર બની હતી અને તેની હાલત ગંભીર બની હતી. તેથી તે તેના માટે કોઈ ઈલાજ શોધવા માંગતી હતી.
કોરોના મહામારી શરૂ થયા પછી, તેણે ઇલાજ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અનિકા સહિત 10 સ્પર્ધકોએ અમેરિકન કંપની થીએમ દ્વારા આયોજીત એક સ્પર્ધાની ફાઈનલમાં પોહચ્યાં હતા.
અનિકાએ વાયરસના ફેલાવા માટે જવાબદાર પ્રોટીનને નિષ્ક્રિય કરવા માટે એક પરમાણુ શોધી કાઢ્યો છે, અનિકાએ ઇન-સિલિકો પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ પરમાણુ શોધી કાઢયો છે જે સાર્સ કોવિડ-2 વાયરસના સ્પાઇક પ્રોટીન સાથે જોડાય જશે.
_Sahin