Site icon Revoi.in

ભારતીય આર્મીના જવાનને ISIની પાકિસ્તાની મહિલા એજન્ટે હનીટ્રેપમાં ફસાવ્યો

Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાન CID ઈન્ટેલિજન્સ પોલીસે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને આપવા બદલ એક જવાનની અટકાયત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીની ઓળખ જયપુરમાં આર્મી વિસ્તારમાં તૈનાત કોન્સ્ટેબલ શાંતિમોય રાણા તરીકે થઈ છે. ભારતીય જવાનને આઈએસઆઈની પાકિસ્તાની મહિલા એજન્ટે હની ટ્રેપમાં ફસાવ્યો હતો, તેમજ તેની પાસેથી ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી માંગી હતી.

સીઆઈડી ઈન્ટેલિજન્સ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સોશિયલ મીડિયા દ્વારા આઈએસઆઈના સંપર્કમાં હતો. આરોપી કોન્સ્ટેબલની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારતીય જવાનને પાકિસ્તાની મહિલા એજન્ટ દ્વારા હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો, આ જવાને  પાકિસ્તાની એજન્સી સાથે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. એવું માનવામાં આવે છે કે પૂછપરછ દરમિયાન આરોપીના સાથીદારો અથવા તેની સાથે જોડાયેલા લોકો વિશે જાણી શકાશે.

સુત્રોના જણાવ્યા અનુસાર 3 જુલાઈના રોજ રાજસ્થાન CID ઈન્ટેલિજન્સ પોલીસે ISIને માહિતી આપવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ઓપરેશન સરહદ હેઠળ આ ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીએ પાકિસ્તાની મહિલા એજન્ટને હનીટ્રેપમાં ફસાવીને કામ કરાવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. સમગ્ર ઘટના અંગે સુરક્ષા એજન્સીઓએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સીઆઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

25 થી 28 જૂન 2022 સુધી રાજસ્થાનના શ્રી ગંગાનગર, હનુમાનગઢ અને ચુરુના સરહદી જિલ્લાઓમાં ઓપરેશન સરહદનું સંચાલન કરવામાં આવ્યું હતું. જ્યાં રાજ્યની વિશેષ ટીમ અને સીઆઈડીએ શ્રીગંગાનગર વતી શ્રીગંગાનગર, હનુમાનગઢ અને ચુરુ જિલ્લામાંથી કુલ 23 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં ઘણી મહત્વની માહિતી બહાર આવી છે.