દિલ્હીઃ 23 વર્ષ પહેલા ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના પ્રહલાદભાઈની આજે વતન વાપસી થઈ છે. તેમણે અટારી બોર્ડર ઉપર ભારતીય સેનાને સોંપવામાં આવ્યાં હતા. પ્રહલાદસિંહ રાજપુત છેલ્લા 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. અટારી વાઘા બોર્ડર ભારતીય સેનાને સોંપવામાં આવતા તેમને હવે સાગર લાવવાની કવાયત શરૂ કરાઈ છે. સાગર લાવવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત તેમના ભાઈ વીરસિંહ રાજપુત પણ અમૃતસર ગયા હતા.
વીરસિંગ રાજપુતે જણાવ્યું હતું કે, વર્ષ 1998માં તેમના ભાઈ ગુમ થયાં હતા. તેઓ ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયા હતા. તેઓ ગુમ થયા ત્યારે તેમની ઉંમર 33 વર્ષની હતી. હાલ તેઓ 56 વર્ષના થયાં છે. 2014માં એક પેપર મારફતે પ્રહલાદ પાકિસ્તાન હોવાની પરિવારજનોને જાણ થઈ હતી. તેઓ ગુમ થયા બાદ ખુબ શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. જ્યારે જાણકારી મળી કે, પ્રહલાદ પાકિસ્તાનની જેલમાં બંધ છે તો તેમને પરત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.
સાગર પોલીસ અધિક્ષક અતુલસિંહે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો હતો. જેમાં પ્રહલાદની વિસ્તૃત તપાસની માહિતી માંગી હતી. જેથી પ્રહલાદના જરૂરી દસ્તાવેજ વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યાં હતા. 27 ઓગસ્ટના રોજ પાકિસ્તાનની ઈન્ડિન એમ્બિસીએ પ્રહાલને મુકત કરવા અંગેની માહિતી આપી હતી. પ્રહલાદભાઈ વર્ષો બાદ પરત ફરતા હોવાથી પરિવારજનોની ખુશીનો માહોલ છે. તેમજ સમગ્ર ગામમાં ઉજવણી જેવો પ્રસંગ જોવા મળી રહ્યો છે.
પ્રહલાદભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, 22 વર્ષની ઉંમરે માનસિક બીમારીને કારણે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી. તેમજ ગુમ થતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.