Site icon Revoi.in

અમદાવાદના ખોડીયાર કન્ટેનર ડેપોમાંથી જાણભેદુ કોફી મશીન, ક્લિનિંગ મટિરીયલ ઉઠાવી ગયા

Social Share

અમદાવાદઃ ગાંધીનગરના અડાલજ પાસેના ખોરજ ખોડીયાર કન્ટેનર ડેપો ખાતેથી જર્મનીથી મંગાવવામાં આવેલા ચાર કોફી મશીન અને કલિંનિંગ મટીરીયલ કોઈ જાણભેદુ ઉઠાવી ગયા છે. કસ્ટમ ઓથોરીટીઝ દ્વારા ડેપોમાં રાખવામાં આવેલા કન્ટેનરની તપાસ કરવામાં આવતાં સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના બોડકદેવમાં રહેતાં મોનીશ ભુપેન્દ્રભાઇ મુન્શીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અમદાવાદ ખાતે એમ/એસ ઇથોસ નામની ભાગીદારી પેઢીમાં ભાગદાર તરીકે કામ કરે છે. જેમની પેઢી બહારના બહારના દેશોમાંથી કોફી મશીનો મંગાવીને ભારતની અંદર જૂદી-જૂદી જગ્યાએ વેચવાનુ કામકાજ કરે છે. ગત તા.12/01/2022ના રોજ મોનીશભાઈએ જર્મની ખાતેથી મેલીટા કંપનીમાંથી કોફી મશીનો આયાત કર્યા હતા. જે લાવવાની જવાબદારી કેટર પીલર કાર્ગો સોલ્યુશન કંપનીને આપી હતી. જે અંગેના ચાર પેકેટ ત્યાંથી પેક થઇ નીકળ્યા હતા અને જેનુ વજન આશરે -632 કિ.ગ્રા. હતુ અને જેની અંદર કુલ-17 કોફી મશીન અને તેની સાથે તેનુ લીનીંગ મટીરલ્સ અને અન્ય એસેસરીઝનો સામાન હતો. આ સામાન જર્મની ખાતેની કેંટર પીલર કંપનીની સહયોગી કંપની દ્વારા ત્યાંથી તા.19/01/ 2022 ના રોજ ઉપાડ્યો હતો. જેનુ વજન-632 કિ.ગ્રા. હોવાનુ કન્ફર્મ કર્યુ હતુ, ત્યારબાદ તા.7/2/2022 ના રોજ આ માલ જર્મનીથી ન્હાવાશેવા-મુંબઇ પોર્ટ બુક થયો હતો. ત્યારબાદ આ માલ તા.22/3/2022 ના રોજ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડીયાને, ખોરજ ખોડીયાર ખાતે મળેલો અને તેમની ડીસ્ટફીંગ શીટ મુજબ તેમને ચાર પેકેટ 632 કિ.ગ્રા. માલ મળેલાનુ સ્વીકાર્યું હતુ. ત્યારબાદ માલનુ કસ્ટમ ઓથોરીટીઝ દ્વારા એક્ઝામીનેશન કરવામાં આવતાં 4 કોફી મશીનો અને 4 ક્લીનીંગ મટીરીયલ્સની બોટલોની ઘટ હોવાની કસ્ટમ ઓફીસરે બીલ ઓફ એન્ટ્રીની ઇન્ટરનલ નોટમાં નોંધ કરી હતી. ત્યારે જઈને મોનીશભાઈને રૂ. 2.90 લાખના માલની ચોરી થયાનું માલુમ પડતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.