અયોઘ્યાઃ- ઉત્તરપ્રદેશની રામનગરી અયોધ્યા માં રામ મંદિરનું નિર્માણકાર્ય. ખૂબ જ ઝડપી વેગથી ચાલી રહ્યું છે ત્યારે વર્ષે 2024ના શરુઆતના મહિનામાં મંદિરને ભક્તો માટે ખુલ્લુ મૂકવાની યોજના છે ત્યારે હવે મંદિરના ટ્રસ્ટ દ્રારા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્ર મોકલીદેવાયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ઉત્સવ માટે 15 થી 24 જાન્યુઆરી વચ્ચેનો સમય માંગવામાં આવ્યો છે.
વિતેલા દિવસને સોમવારના રોજ રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક બાદ મહાસચિવ ચંપત રાયે કહ્યું કે પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમની ભાગીદારીથી સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધશે.
હાલની જો વાત કરીએ તો અગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે પહેલા માળનું કામ ચાલી રહ્યું છે. મંદિર સંકુલ ઉપરાંત મંદિરના ઉદ્ઘાટન પહેલા સમગ્ર અયોધ્યાને સુશોભિત અને સુંદર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિર ખુલ્યા બાદ મોટી સંખ્યામાં લોકો અયોધ્યાની મુલાકાત લેશે. તેને જોતા હોટલ, રેસ્ટોરન્ટ અને ધર્મશાળાઓનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. રસ્તાઓની પહોળાઈ વધારવામાં આવી રહી છે. મુખ્ય મંદિર પરિસર ઉપરાંત અયોધ્યાની અંદર ઘણા નાના મંદિરો છે, તે મંદિરોના બ્યુટિફિકેશન માટે બજેટ પણ બહાર પાડવામાં આવ્યું છે.