Site icon Revoi.in

નેશલન હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રકે બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ધૂંસી ગઈ

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો, નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી પાસે લોખંડની ભારેખમ એંગલો ભરીને એક ટ્રક હેદરાબાદ જઈ રહી હતી ત્યારે ટ્રકચાલકો કોઈ કારણોસર એકાએક બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ઘૂંસી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થલો દોડી ગઈ હતી. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુરત તરફ જવાના માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં  એક ટ્રકચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબીન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબીનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો.બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,  અમદાવાદથી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જાવા નીકળેલા ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોચતા અચાનકના આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ચાલકે બ્રેક મારતાંની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગલો ટ્રકની આગળની કેબિન પર ચઢી હતી. સદનસીબે ચાલકનો.આબાદ બચાવ થયો હતો.જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો.ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી એંગલો હટાવી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.