નવી દિલ્હીઃ રશિયામાં ઈસ્લામિક સ્ટેટનો આત્મઘાતી આતંકવાદીને ઝડપી લીધો હતો. રશિયાની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો હતો. આ આતંકવાદી ભારતમાં હુમલા કરવાનું કાવતરુ રચી રહ્યો હતો. તેના નિશાના ઉપર સત્તાધારી પક્ષના નેતાઓ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં પંજાબના પ્રવાસે જવાના છે તે પહેલા ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલાની શકયતા વ્યક્ત કરીને એલર્ટ આપ્યું હતું. દરમિયાન રશિયામાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીની ધરપકડ બાદ થયેલા ખૂલાસાને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિય બની છે. આ આતંકવાદીને આઈએસઆઈએસએ સોશિયલ મીડિયા મારફતે વધારે કટ્ટર બનાવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ એફએસબીએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસના આતંકવાદી આજમોવ માશાહોન્તેની ધરપકડ કરી હતી. તેમજ આતંકવાદીનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં આતંકવાદી ભારતમાં બદલે લેવાની વાત કરતો જોવા મળે છે. પગમ્બર મહોમ્મદના અપમાનનો બદલે લેવા માટે ભારતમાં આતંકવાદી હુમલાનું કાવતરુ ઘડી રહ્યો હતો.
એફએસબીએ કહ્યું કે આ આતંકવાદીની રશિયાથી ભારત જતી વખતે ધરપકડ કરવામાં આવી છે. તેણે કહ્યું કે આ આતંકી આત્મઘાતી બોમ્બર હોઈ શકે છે જેને IS દ્વારા તુર્કીમાં ભરતી કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી બનાવામાં આવ્યો હતો અને તુર્કીમાં આઈએસના પ્રતિનિધિને મળ્યો હતો. અહીં જ તેણે ભારત જતા પહેલા પોતાના મિશન વિશે પ્રતિજ્ઞા લીધી હતી. રશિયન એજન્સીએ કહ્યું કે, આ આતંકવાદીનું નિશાન ભારતમાં સત્તારૂઢ ગઠબંધનના સભ્ય હતા.
એફએસબીએ જણાવ્યું હતું કે, આતંકવાદી આજમોવ મૂળ મધ્ય એશિયાઈ દેશનો રહેવાસી છે આઈએસઆઈએસએ તેને તુર્કીમાં આત્મઘાતી હુમલાખોર તરીકે ભરતી કર્યો હતો. તેમજ તાલિમ આપ્યા બાદ તેને રશિયા મોકલવામાં આવ્યો હતો. દરમિયાન ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે રશિયા છોડવાનો તેને પોતાના આકાઓએ આદેશ કર્યો હતો.