Site icon Revoi.in

જુની કાર મિનિટોમાં નવી જેવી દેખાશે, આ ચાર ટિપ્સ ફોલો કરો

Social Share

મોટા ભાગના લોકો ગાડીને થોડા વર્ષ જુની હોય એટલે તેનો ઉપયોગ કરવાનો છોડી દે છે. એવું એટલે થાય છે કેમ કે લોકોને જૂની ગાડી ચલાવવાનું મન થતું નથી. પણ કેટલીક વસ્તુઓ બદલાઈ જાય તો વર્ષો જૂવી કારને પણ નવા જેવી બનાવી શકાય છે.

• સીટ કવર બદલો
કારમાં મોટોભાગે સીટ કવર ખરાબ થઈ જાય છે કે ગંદા થઈ જાય છે. એવામાં તમે કારના સીટ કવર બદલી શકો છો જેથી તે નવા લુકમાં દેખાય. સીટ કવર બદલતા જ કાર વધુ સ્વચ્છ દેખાવા લાગશે.

• એમ્બિયન્ટ લાઈટ લગાવો
કારને નવો લુક આપવા માટે બીજા પણ બદલાવ કરી શકાય છે. જુની કારમાં એમ્બિયન્ટ લાઇટ્સ ઇન્સ્ટોલ કરવાથી પણ તેને નવો લુક આપવામાં મદદ મળી શકે છે. થોડા વર્ષો પહેલા કંપનીઓ તેમની કારમાં એમ્બિયન્ટ લાઇટ ફીચર કરતી ન હતી. પણ જો કારમાં આવી લાઇટો બજારમાંથી લગાવો છો, તો તે માત્ર લુકમાં સુધારો જ નહીં કરે પરંતુ કારને લક્ઝરી પણ બનાવશે.

• ટાયરોની સંભાળ રાખો
ટાયરોમાં હવાનું પ્રેશર સરખુ હોવું જરૂરી છે. જુના કે ખરાબ ટાયર થઈ જાય તો તેને બદલી નાખો. તમે નવા ટાયર લગાવી જુની ગાડીને ખુબ સારો લુક આપી શકો છો.

• નવા એલોય વ્હીલ્સ લગાવો
ઈન્ટીરીયરની સાથે એક્સટીરીયરમાં નાના-મોટા ફેરફારો કરીને જૂની કારને નવો લુક આપી શકાય છે. આ માટે કારમાં જૂના સ્ટીલ રિમ્સની જગ્યાએ નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ લગાવી શકાય છે.