અમરેલીઃ જિલ્લામાં સિંહની જેમ દીપડાંની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જોકે સિંહને શિકાર મળી રહેતો હોવાથી લોકો પર હુમલો કરતો નથી, જ્યારે દીપડા ગમે ત્યારે સીમ-વગડામાં કે ગામના પાદરમાં આવીને એકલ-દોકલ વ્યાક્તિઓ પર હુમલાઓ કરતા હોય છે. દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. ગત મોડી રાતે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામના રહેણાંક વિસ્તારમાં વૃદ્ધ મહિલા મોંઘીબેન નારણભાઇ બારૈયા ઉંમર વર્ષ 80 ઘોરનિંદ્રામાં સુતા હતા ઘરે કોઈ હતું નહીં અને અચાનક દીપડો આવી ચડતા ગળુ પકડી હુમલો કરતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દેડી આવ્યા હતા. અને વન વિભાગને જાણ કરી હતી.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જાફરાબાદ તાલુકાના સરોવડા ગામના રહેણાંક વિસ્તારમાં વૃદ્ધ મહિલા મોંઘીબેન નારણભાઇ બારૈયા ઘોરનિંદ્રામાં સુતા હતા. ત્યારે અચાનક દીપડો આવી ચડતા હતો. અને મોંધીબેનનું ગળુ પકડી હુમલો કરતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વન અધિકારીઓ તાત્કાલિક દોડી ઘટના સ્થેળે આવ્યા હતા.અને તપાસ હાથ ધરી છે, મૃતક મહિલાને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન સરોવડા ગામમાં દીપડાને પકડવા માટે અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવા માટેની કવાયત હાથ ધરી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે ગામની આજુબાજુના વિસ્તારોમાં બેથી ત્રણ દીપડા હોવાને કારણે વધુ ભયનો માહોલ છવાયો છે. ત્રણેય દીપડાને પાંજરે પુરવા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે
રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને બનાવની જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અમરેલી જિલ્લામાં સિંહો અને દીપડાના હુમલાની ઘટના વધી રહી છે. છેલ્લા 20 દિવસમાં લીલીયાના ખારા ગામમાં સિંહ દ્વારા હુમલો કર્યો હતો. સાવરકુંડલાના કરજાળા ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો. રાજુલાના કાતર ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો. ખાંભાના ભાણીયા ગામમાં દીપડાના હુમલાની બે ઘટના સામે આવી હતી. ધારીના ચરખા ગામમાં સિંહ દ્વારા હુમલો કર્યો હતો. પીપાવાવ વિસ્તારમાં સિંહ દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી અને હવે સરોવડા ગામમાં દીપડાની ઘટના સામે આવી છે.