Site icon Revoi.in

આણંદના જિલ્લા કલેક્ટર D S ગઢવીને વિડિયો ક્લિપ વાયરલ થવાના પ્રશ્ને કરાયા સસ્પેન્ડ

Social Share

આણંદઃ જિલ્લાના કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી. આ સંદર્ભે પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ  જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો છે. નવો આદેશ થાય ત્યાં સુધી બાપના ક્લેકટર તરીકેનો ચાર્જ સંભાળશે. ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. કહેવાય છે. કે,થોડા સમય પહેલા  જિલ્લાના એક મહિલા અધિકારીની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી,

આણંદના ક્લેકટર ડીએસ ગઢવીની ગેરશિસ્ત સામે રાજ્ય સરકારે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.  IAS અધિકારી ગઢવીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જે મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયને પણ સીસીટીવીના કૂટેજ પણ મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે. દરમિયાન ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે તપાસની શરુઆત કરવામાં આવી છે. સૂત્રો મુજબ સસ્પેન્ડ કરવા અગાઉ પણ ગેરશિસ્ત બાબતે તપાસ શરુ કરવામાં આવી હતી, પ્રાથમિક રીતે માહિતી અને ગેરશિસ્ત જણાતા સરકારે આ નિર્ણય કર્યો છે.

જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવાતા ગઢવી 2008 બેચના IAS છે અને તેઓ અગાઉ દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સિનિયર અધિકારી છે, પરંતુ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો અને જેને લઈ તેમની સામે રાજ્ય સરકારે આ સંદર્ભમાં પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવી હતી. કલેક્ટર સામે થયેલા આક્ષેપોના સંદર્ભમાં હવે મહિલા અધિકારીઓની કમિટિ તપાસ કરશે અને જે તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. હાલ તો કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન હુકમ મુજબ કલેક્ટર ગઢવી સામે ગેરવર્તુણક અને નૈતિક ક્ષતિના ગંભીર આક્ષેપો માટે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન કાર્યલાયથી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પાંચ મહિલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુનયના તોમર, મમતા વર્મા, મનીષા ચંદ્રાનો સમાવેશ થાય છે.