Site icon Revoi.in

આનંદ મહિન્દ્રાનું ઉદાર વલણઃ- ટ્વિટ કરીને કહ્યું ‘હું પદ્મ પુરસ્કારને લાયક નથી’ પુરસ્કારોને લઈને મહત્વપૂર્ણ ફેરફાર માટે સરકારનો માન્યો આભાર

Social Share

 

દિલ્હીઃ-દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને સોમવારે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન અને કાર્ય માટે ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ આનંદ મહિન્દ્રા માને છે કે તેઓ આ એવોર્ડને લાયક નથી. તેમનું આ ઉદાર વલણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલે પ્રતિષ્ઠિત પુરસ્કાર પર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેને કહ્યું કે તેઓ અન્ય પ્રાપ્તકર્તાઓની સરખામણીમાં “ખરેખર પોતાને માટે અયોગ્ય અનુભવે છે”. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા આનંદ મહિન્દ્રાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.જો કે તેઓ માને છે કે બીજાની સરખામણીમાં હું આ એવોર્ડ માટે કંઈ જ નથી.

જ્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પદ્મ પુરસ્કારો માટે લોકોની પસંદગીની રીતમાં લાંબા સમયથી પરિવર્તન લાવવા બદલ સરકારનો આભાર માન્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે સમાજની સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોમાં તે સામેલ થવાને લાયક નથી

આ સમગ્ર મામલે તેમણે પોતાના સત્તવાર એકોઇન્ટ ટ્વિટર પર પદ્મ પુરસ્કારો માટે સરકારની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આ સરકારે પદ્મ પુરસ્કારોને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.’ તેમણે કહ્યું કે, હવે, મુખ્યત્વે પાયાના સ્તરે સમાજના સુધારણામાં મૂળભૂત યોગદાન આપતી વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હું ખરેખર તે કેટેગરીમાં આવવા લાયક નથી લાગતો. મહિન્દ્રાએ કર્ણાટકના પર્યાવરણવિદ અને પદ્મશ્રી વિજેતા તુલસી ગૌડા વિશે ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરેલી પોસ્ટને રીટ્વીટ કરી.

ઉલ્લેખનીય છે કે પર્યાવરણવાદી ગૌડાએ 30 હજાર  થી વધુ રોપા વાવ્યા છે અને વન વિભાગની નર્સરીની દેખભાળ કરવામાં વ્યસ્ત છે. 77 વર્ષીય ગૌડા છ દાયકા કરતાં પણ વધુ સમયથી પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

આ પોસ્ટને 15 હજાર થી વધુ લાઇક્સ મળી છે કારણ કે નેટીઝન્સે પોસ્ટના ટિપ્પણી વિભાગમાં તેમના વિચારો અને અભિપ્રાયો શેર કર્યા હતા. આ સાથે આનંદ મહિન્દ્રાએ તેમને અભિનંદન આપનારાઓનો પણ આભાર માન્યો હતો અને પદ્મ ભૂષણ એવોર્ડ માટે અભિનંદન આપ્યા હતા. ઘણા ચાહકો આનંદ મહિન્દ્રાની નમ્રતાના વખાણ કરી રહ્યા છે.