Site icon Revoi.in

આણંદ: અત્યાર સુધી 8,40000થી વધુ આયુષ્માન ભારત યોજનાના કાર્ડ ઈસ્યુ કરાવાયા

Social Share

વડોદરાઃ આયુષ્માન ભારત યોજના હેઠળ જે કુટુંબ પાસે આયુષ્માન કાર્ડ હોય તેમને આરોગ્ય લક્ષી કોઈ મોટી બિમારી આવી પડે તો તેમને આ યોજના હેઠળ નિશુલ્ક સારવાર મળે છે. ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી ત્યારબાદ ગુજરાત રાજ્યમાં અમલી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

અમૃતમ યોજનાનો આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવેશ કર્યા પછી ગુજરાતમાં પણ દરેક વ્યક્તિને આયુષ્માન કાર્ડનો લાભ આપવામાં આવે છે. જેમા આણંદ જિલ્લામાં કુલ 45 હોસ્પિટલ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપી રહી છે જેમાં 18 પ્રાઈવેટ હોસ્પિટલ અને 27 સરકારી હોસ્પિટલનો સમાવેશ થયો છે.

આણંદ જિલ્લામાં કુલ અત્યાર સુધી 8,40000થી વધુ આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જે પૈકી છેલ્લા 3 મહિના દરમ્યાન 8930 દર્દીઓએ આયુષ્માન કાર્ડમાં સારવાર લીધી છે. જેનો ખર્ચ 19 કરોડ રૂપિયાથી વધુનો છે. જે પૈકી 17 કરોડ રૂપિયા સરકાર હોસ્પિટલોને ચૂકવી આપવામાં આવ્યા છે.