- તમિલનાડુના મંદિરમાંથી થી હતી મૂર્તિની ચોરી
- હવે આ ચોરી કરાયેલી મૂરપ્તિઓ અમેરિકાથઈ મળી
- મૂર્તિઓ અમેરિકાના મ્યૂઝિયમમાંથી મળી આવી
તમિલનાડુ – તમિલનાડુના કુંભકોણમ મંદિરમાંથી વર્ષઓ પહેલા મૂર્તિઓની ચોરીની ઘટના બની હતી ત્યારે હવે આ કલિંગનાથન કૃષ્ણ સાથેની ત્રણ પ્રાચીન મૂર્તિઓ અમેરિકાના એક મ્યુઝિયમમાંથી મળી આવી છે.ભગવાન કૃષ્ણ, વિષ્ણુ અને શ્રીદેવીની ત્રણ મૂળ મૂર્તિઓ 60 વર્ષ પછી તમિલનાડુ પરત આવશે.
આ બાબતે વિતેલા દિવસને ગુરુવારના રોજ આઈડોલ વિંગ સીઆઈડીએ ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ મૂર્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સના મ્યુઝિયમ/ઓક્શન હાઉસમાંથી મળી આવી છે. કલિંગનાથન કૃષ્ણ, વિષ્ણુ અને શ્રીદેવીની કાંસાની મૂર્તિઓ કુંભકોનમના સુંદરા પેરુમલકોવિલ ગામમાં અરુલમિગુ સૌંદરરાજા પેરુમલ મંદિરમાંથી ચોરાઈ ગઈ હતી.
આ મૂર્તિઓ મંદિરમાંથી ચોરી કરીને દાણચોરો દ્વારા વિદેશમાં વેચવામાં આવી હતી, પરંતુ તમિલનાડુ CIDની મૂર્તિ-શાખાને અમેરિકાના મ્યુઝિયમમાંથી મળી આવી હતી. ચોરી છુપાવવા માટે મંદિરમાં નકલી મૂર્તિઓ રાખવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. દાયકાઓથી તેમની પૂજા કરવામાં આવી હતી, મંદિરના પૂજારીઓ અને સંચાલકોએ પણ તેમના પર ધ્યાન આપ્યું ન હતું.
મૂર્તિઓના પરત આવવા માટે કાગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમાંથી ભગવાન કલિંગનાર્થન કૃષ્ણની મૂર્તિ સાન ફ્રાન્સિસ્કોના એશિયન આર્ટ મ્યુઝિયમમાં છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ ટેક્સાસના કિમબોલ આર્ટ મ્યુઝિયમમાં છે અને દેવી શ્રીદેવીની મૂર્તિ ફ્લોરિડામાં હિલ્સ ઓક્શન ગેલેરીમાં છે.ઉલ્લેખનીય છે કે ચોરી અને છેતરપિંડીના આ કેસની તપાસ 12 ફેબ્રુઆરી 2020 ના રોજ શરૂ થઈ જ્યારે મંદિરમાંથી તિરુમંગાઈ અલ્વરની બીજી મૂર્તિ ચોરી થવાની ફરીયાદ નોંધવામાં આવી.