આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત, કોવિડમાં પોતાના પરિવારને ગુમાવનારા બાળકોને સરકાર આપશે આટલા રૂપિયા
- આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત
- કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય
- સરકાર બાળકોને આપશે 10 લાખ રૂપિયા
હેદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ગુરુવારે કોવિડ-19 ના કારણે માતા-પિતાને ગુમાવનાર બાળકોને સહાયતાના રૂપમાં 10 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી વયના બાળકો, જેમના પરિવારો ગરીબીની રેખા નીચે આવે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સરકારને ઉમ્મીદ છે કે, તેઓ પ્રત્યેક બાળક દીઠ 10 લાખની ફિક્સ ડિપોઝિટ કરશે, જેનો ઉપયોગ બાળકો શિક્ષણ માટે કરી શકે છે.” આ રકમ ત્યાર સુધી ફિક્સ ડીપોઝીટ હેઠળ રહેશે,જ્યાર સુધી બાળક 25 વર્ષનું ન થઇ જાય.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક અઠવાડિયાની અંદર 34 અનાથ બાળકોની ઓળખ કરી દરેકના નામ પર ફિક્સ ડિપોઝિટ બોન્ડ જારી કરવામાં આવ્યા છે. સરકારે તબીબી અને આરોગ્ય વિભાગને સૂચનાઓ જારી કરી છે, જે મુજબ તમામ જિલ્લા કલેક્ટરો આ નવી યોજના પારદર્શક રીતે તેમના જિલ્લામાં લાગુ કરશે.