બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના રાગમપેટા ગામમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક ખાદ્ય તેલ ઉત્પાદક કંપનીમાં ટેન્કરો સાફ કરતી વખતે સાત કામદારોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, તમામ કર્મચારીઓના મોત ગૂંગળામણને કારણે થયા છે. ઘણા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કામદારો તેલની ટાંકીમાં તેને સાફ કરવા ગયા હતા.
પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકો પેડ્ડાપુરમ મંડલના પડેરુ અને પુલીમેરુના રહેવાસી હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, એક વ્યક્તિ પહેલા ટાંકીમાં પ્રવેશ્યો, પરંતુ જ્યારે તે ઉપર ન આવ્યો તો બીજો પણ તેની પાછળ ગયા હતા. બીજી તરફ પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે, ફેક્ટરી મેનેજમેન્ટે કામદારોને યોગ્ય સુરક્ષા સાધનો આપ્યા નથી.