ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના આઈસીડીએસ સંચાલીત શહેરની આંગણવાડીના ટોઈલેટના પોલાણમાંથી સાપની કાંચળી નીકળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર ફોરેસ્ટ કચેરીની બાજુમાં ઘટક – ૧ ની આંગણવાડી નં. – ૧૩ આવેલી છે. તે આંગણવાડીના પાછળના ભાગે બાવળીયા તથા વનસ્પતિઓ ઉગી નીકળેલ હતી. જે બિનજરુરી ઉગી નકળેલ વનસ્પતિ, ઝાડી-ઝાંખરાં જેસીબી દ્રારા સાફસફાઈ કરતાં પાણીનુ કનેક્શન તૂટી ગયેલ હતુ. પાણીનુ કનેક્શન રીપેર કરતાં આંગણવાડીની અંદર આવેલ ટોઈલેટ ખોલતાં અંદર પોલાણ થયેલ હતુ જેની ટાઈલ્સ ખસેડતાં નીચે પોલાણ ઉપર જ આશરે પાંચ ફુટની સુકાઈ ગયેલ સાપની કાંચળી જોવા મળી હતી. તેથી કાયઁકર સોનલબેને સુપરવાઈઝરને જાણ કરતાં તાત્કાલિક આંગણવાડી સુપરવાઈઝર કીરણબેન મિસ્ત્રી દોડી આવ્યા હતા. સ્થળ પરિસ્થિતિથી વાકેફ કયાઁ હતા.
કિરણબેનએ જણાવેલ કે આ આંગણવાડીમાં ટોઈલેટ તૂટી ગયેલ છે તેથી ટોયલેટ બંધ કરવા માટે કચેરીમાં જાણ પણ કરી દીધેલ છે. કાયઁકર સોનલબેન ચૌહાણે જણાવેલ કે આશરે ૧૨ માસ પહેલાં પણ સાપની કાંચળી નીકળી હતી તે સમયે પણ કચેરીમાં ફોટો સાથે લેખિત જાણ કરી હતી અને બીજી વાર પણ આજ પરિસ્થિતિ થતાં હવે બાળકોને કંઈ રીતે બેસાડવા તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જ્યારે બાળકના વાલી મુકેશ પ્રજાપતિએ જણાવેલ કે આ કાંચળી જોતાં સાપ જેવો તેવો નથી જેથી સાચ ઝેરી હોઈ શકે છે. સમગ્ર ઘટનાની જાણ તાલુકા પંચાયત કચેરીમાં કરવામાં કરવામાં આવી છે તો શુ આ આંગણવાડીની અંદર આવેલ ટોઈલેટ અને બહારનો ઓટલો રીપેર થશે ? કે પછી પરંપરાગત રીતે આંગણવાડીનુ મકાન ભાડે લેવાશે ? તે જોવુ રહ્યુ.