રાજ્યભરમાં લાંબા સમયગાળા બાદ આજથી ભૂલકાઓ માટે આંગણવાડી, પ્રી-પ્રાઈમરીના વર્ગો ખુલશે
- આજે બાલવાડીઓ બાળકોના અવાજથી ગુંજશે
- લાંબા ગાળા બાદ ભૂલકાઓ જશે શાળાએ
- ફરીથી પ્રી પ્રાઈમરી સ્કુલની રોનક વધશે
અમદાવાદ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની ગતિ ઘીમી પડી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બંઘ નાના બાળકોનો અભ્યાસ ફરીથી ઓફલાઈન થવા જઈ રહ્યો છે, આજે રાજ્યમાં નાના ભૂલકાો માટેના તમામ વર્ગો શરુ કરવામાં આવી રહ્યા છે.
કોરોનાના કેસો ઘટના રાજ્ય સરકારે ભૂલકાો માટે શાળા ખોલવાનો નિર્ણય લીધો હતો જે અંતર્ગત આંગણવાડીઓ, બાલમંદિરમાં ભૂલકાઓના અવાજથી હવે ગુંજી ઉઠશે, ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ શરૂ થયો ત્યારથી ભૂલકાઓએ ઘરે જ રહીને ઓમલાઈન ભણી રહ્યા છે ત્યારે હવે તેઓને આજથી ઓફલાઈન ભણાવની તક મળશે
રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના દિશા-નિર્દેશાનુસાર રાજ્યની આંગણવાડીઓ અને પ્રિ-સ્કૂલ (બાળમંદિર) પણ આગામી તા.: 17 ફેબ્રુઆરી, 2022 – ગુરુવાર ના રોજ થી રાજ્ય સરકારની કોરોનાની SOP અનુસાર શરુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 14, 2022
કોરોના એ છેલ્લા બે વર્ષથી કહેર ફેલાવ્યો છે જેને લઈને બાળકો માટેના વર્ગો ખોલવામાં આવ્યા જ નહોતા ત્યારે આજરોજ 17 ફેબ્રુઆરીથી બાળકો બાલવાડીમાં, નર્સરીમાં જઈ શકશે,રાજ્ય સરકારે આજથી બાલમંદિર, પ્રિ-સ્કૂલ, આંગણવાડીઓ કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ કરવા નિર્ણય કર્યો છે. સરકાર માધ્યહન ભોજન મુદ્દે આગામી દિવસોમાં ચર્ચા કરશે. રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજો ચાલુ છે. ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યમાં સંપૂર્ણ શૈક્ષણિક કાર્યઆજથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આજે ભૂલકાઓ 2 વર્ષથી પણ વધુ સમય બાદ શાળામાં પગ મૂકશે કોરોના બાદ પ્રથમ વખત નાના ભૂલકાઓ માટેના વર્ગો ખોલવાની મંજૂરી અપાઈ છે આ પહેલા શાળાઓ અને કોલેજો ઘણી વખત ખોલવામાં આવી હતી જો કે કોરોનાના જોખમને જોતા બાળકો માટેના તમામ વર્ગો બંધ જ રખાયા હતા.